નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવા સંસદ ભવનનો શિલાન્યાસ કર્યો. પીએમ મોદીએ સંસદ ભવનનું પૂજન કર્યું અને આધારશીલા રાખી. આ દરમિયાન પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે આજનો દિવસ ઐતિહાસિક છે અને 130 કરોડ ભારતીયો માટે ગર્વનો દિવસ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

PM મોદીએ કર્યો નવા સંસદ ભવનનો શિલાન્યાસ, 2 વર્ષમાં બનીને તૈયાર થશે, જાણો 10 મહત્વની વાતો


આજનો દિવસ ઈતિહાસમાં માઈલ સ્ટોન
પીએમ મોદીએ કહ્યું કે આજનો દિવસ ભારતના લોકશાહીના ઈતિહાસમાં માઈલ સ્ટોન જેવો છે. આપણે ભારતના લોકો મળીને આપણી સંસદના આ નવા ભવનને બનાવીશું અને તેનાથી સુંદર શું હશે. તેનાથી પવિત્ર શું હોય કે જ્યારે ભારત પોતાની આઝાદીના 75 વર્ષનું પર્વ ઉજવે તો તે પર્વની સાક્ષાત પ્રેરણા, આપણી સંસદની નવી ઈમારત બને. 


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube